Gujarat Vahali Dikri Yojana – વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ

Gujarat Vahali Dikri Yojana – વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ – વ્હાલી દીકરી યોજના સહાય, વ્હાલી દીકરી યોજના માહિતી, વ્હાલી દીકરી ફોર્મ, વ્હાલી દીકરી ડોક્યુમેન્ટ, વ્હાલી ગુજરાત વ્હાલી દીકરી યોજના માહિતી, ગુજરાત વાલી દીકરી, Gujarat Vahali Dikri Yojana, Gujarat Vhali Dikri Yojna, – વ્હાલી દીકરી યોજના નો લાભ એ કે ગુજરાતની દીકરીઓને ૧,૧૦,૦૦૦/- (એક લાખ દસ હજાર રૂપિયા) સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. આમ આ યોજના દ્વારા દીકરીને આપવામાં આવતી સહાય એ દીર્કીને ૩ હપ્તા દ્વારા આપવામાં આવે છે.

Gujarat Vahali Dikri Yojana - વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ

Gujarat Vahali Dikri Yojana

વ્હાલી દિકરી યોજના ફોર્મ – ગુજરાત રાજ્ય દ્વારા વ્હાલી દીકરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના સહાય માટે અરજી ફોર્મની પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થશે. આજે અમે આ આર્ટીકલ દ્વારા ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન / ઓફલાઈન, લાભ કેવી રીતે મેળવવો, યોજનાનો ઉદેશ્ય, પાત્રતાના માપદંડો અને અન્ય વિવિધ જાણકારી ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વ્હાલી દીકરી યોજના વિશેની તમામ માહિતી જાણવા કૃપા કરીને આ લેખ સંપૂર્ણ વાંચો.

Gujarat Vahali Dikri Yojana Highlight

યોજનાનું નામગુજરાત વ્હાલી દીકરી યોજના
યોજનાનો પ્રકારગુજરાત રાજ્ય સરકાર યોજના
લાભાર્થીદીકરી
ફોર્મ ભરવાની રીતઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ

Gujarat Vahali Dikri Yojana – વ્હાલી દીકરી યોજના માટે અરજી ફોર્મની પ્રક્રિયા ૨૦૧૯ થી શરુ છે. ગુજરાત વ્હાલી દીકરી યોજનાના ફોર્મ વિષે વધુ માહિતી માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો.

ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ

  • દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
  • દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો.
  • દીર્કીઓ /સ્ત્રીઓનું સમાજમાં સર્વગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન અટકાવવા.

વ્હાલી દિકરી યોજના ફોર્મ – અરજીપત્રક ક્યાંથી મેળવવું ?

  • વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત / સીડીપીઓ (ICDS) કચેરી / જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિના મુલ્યે મળશે.

વ્હાલી દિકરી યોજના ફોર્મ – અરજી કરવાની સમય મર્યાદા

  • તારીખ ૦૨/૦૮/૨૦૧૯ પછી જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહીત અરજી ફોર્મ ભરવાનું રહેશે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના – લાભાર્થીની પાત્રતા

  • તારીખ ૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજના સહાય નો લાભ મળવાપાત્ર રહેશે.
  • દંપતિની વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • દંપતિની પ્રથમ અને દ્રિતીય દીકરી બંનેને આ યોનાનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ દ્રિતીય દીકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલ હોવું જોઈએ.
  • પ્રથમ દીકરો અને બીજી દીરકી હોય તો બીજી દીકરીને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ દ્રિતીય દીકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરો અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ એક સાથે જ્ન્મ્વવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને “વ્હાલી દીકરી યોજનાનો” લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્રિતીય દીકરી પછી દપતિએ સંતતિ નિયમનનું ઓપેરેશન કરાવેલું હોવું જોઈએ.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ.

Gujarat Vahali Dikri Yojana – આવક મર્યાદા

  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભ લેવા માંગતા દપતિની (પતિ/પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. ૨.૦૦.૦૦૦ – કે તેથી ઓછી હોવી જોઈએ,
  • આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના – હપ્તાઓ

પ્રથમ હપ્તોદીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે
રૂ. ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તોનાવમાં ધોરણમાં પ્રવેશ વખતે
રૂ. ૬,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.
છેલ્લો હપ્તો૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે
કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.
પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

અરજી ફોર્મ સાથે રજુ કરવાના દસ્તાવેજ

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા – પિતા ના આધાર કાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી / ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
  • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર સંતાન હોય ત્યારે)
  • નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું
અરજી ફોર્મ pdfઅહી ક્લિક કરો
પરિપત્રઅહી ક્લિક કરો
હોમપેજ પર જાઓઅહી ક્લિક કરો

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો

  • ગ્રામ સ્તરે :-
    • આંગણવાડી / ગ્રામ પંચાયત
  • તાલુકા સ્તરે :-
    • જે તે તાલુકાની “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS) ની કચેરી
  • જીલ્લા સ્તરે : –
    • મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી

ખાસ નોંધ : ૧૮ વર્ષની વય આગાઉ દીકરીના મૃત્યુ કીસામાં “વ્હાલી દીકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *