Gyan Sadhana Scholarship 2023 – ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25000 સુધીની શિષ્યવૃત્તિ, ફોર્મ ભરવાની પ્રોસેસ

Gyan Sadhana Scholarship 2023 – ધો.9થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25000 સુધીની શિષ્યવૃત્તિ, ફોર્મ ભરવાની પ્રોસેસ – રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રગતી શિષ્યવૃત્તિ, સક્ષમ સ્કોલરશીપ યોજના અને વિવિધ યોજના ચલ્વવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કીમ, આશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ બહાર પાડવામાં આવી છે.

Gyan Sadhana Scholarship 2023

Gyan Sadhana Scholarship 2023 - ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25000 સુધીની શિષ્યવૃત્તિ, ફોર્મ ભરવાની પ્રોસેસ

જ્ઞાન સાધના સ્કોલરશીપ નું અમલીકરણ વર્ષ 2023-24 થી શરુ થશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 નો લાભ લેવા માટે એક્ષામ આપવી પડશે. પરીક્ષા માં પાસ કરેલા વિધાર્થીઓને આ જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂ. ૨૫,૦૦૦/- વિધાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપે છે.

Gyan Sadhana Scholarship 2023 Highlight

યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થી ધોરણ ૮ પાસ વિધાર્થીઓ
સ્કોલરશીપ ધોરણ ૯ થી ૧૦ માં વાર્ષિક રૂપિયા ૨૦૦૦૦
ધોરણ ૧૧ થી ૧૨ માં વાર્ષિક રૂપિયા ૨૫૦૦૦
અરજીની છેલ્લી તારીખ ૨૬ મેં ૨૦૨૩
સત્તાવાર વેબસાઈટwww.sebexam.org

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતી શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે. આ યોજના હેઠળ, દર વર્ષે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને તેમને ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમિયાન રૂ. ૨૦૦૦૦/- અને ધોરણ ૧૧ થી ૧૨ ના અભ્યાસ દરમિયાન ૨૫,૦૦૦/- સ્કોલરશિપ આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા

Gyan Sadhana Scholarship – આ શિષ્યવૃત્તિ સ્કીમ માં સ્કોલરશીપ માટે વિધાર્થીઓ ની એક્ષામ દ્વારા સિલેકશન કરવામાં આવશે. જેના માટે નીચે આપેલ પાત્રતા ધરાવતા વિધાર્થીઓ અરજી કરી શકશે.

  • રાજ્ય સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં ધોરણ ૧ થી ૮ સળંગ અભ્યાસ કરી ધોરણ ૮ પાસ કરેલ હોય.
  • અથવા RTE Admission Scheme હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવી ધોરણ ૮ સુધી અભ્યાસ કરેલ હોય.

Exam Fee – પરીક્ષા ફી

  • આ શિષ્યવૃત્તિ સ્કીમ માટે પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવા માટે કોઇપણ પ્રકારની પરીક્ષા ફી રાખવામાં આવેલ નથી.

Structure Of The Test – કસોટીનું માળખું

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માં વિધાર્થીઓનું સીલેકેશન પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેમાં પરીક્ષાનું માળખું નીચે મુજબ હશે.

  • આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું રહેશે અને સમય ૧૫૦ મિનીટ રહેશે.
  • પરીક્ષાનું પ્રશ્નપત્ર ગુજરાતી / અંગ્રેજી ભાષામાં રહેશે.
  • વિધાર્થીઓ ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ માં એક્ષામ આપી શકશે.
કસોટીનો પ્રકારપ્રશ્નોગુણ
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી૪૦૪૦
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી૮૦૮૦
  • જો કોઈ કિસ્સામાં વિધાર્થીઓનું એકસરખું મેરીટ આવે તો ત્યારે સિલેકશન યાદી તૈયાર કરવાની પ્રધ્ધ્તી નક્કી કરવાની છેલ્લી સત્તા ગુજરાત (રાજ્ય પરીક્ષા બોર્ડ) ની રહેશે.
  • પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને ૩૦ મીનીટનો વિધારાનો ટાઇમ મળવાપાત્ર થશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 – પસંદગી પ્રક્રિયા

  • સૌથી પહેલા વિધાર્થીઓએ સ્કોલરશીપ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે
  • ત્યારબાદ કસોટી દ્વારા મેરીટ ના આધારે સિલેકશન લીસ્ટ જાહેર થશે.
  • ત્યારબાદ જીલ્લા કક્ષાએ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
  • ત્યારબાદ ફાઈનલ મેરીટ લીસ્ટ અને પસંદગી લીસ્ટ જાહેર કરવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 – ઓનલાઈન અરજી પ્રોસેસ

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ની સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org/ પર જવાનું રહેશે.
  • તેમાં આપલે Apply Online પર ક્લિક કરવાનું રહેશે
  • તેમાં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલ અરજી ફોર્મ માં વિધાર્થીનો આધાર કાર્ડ નંબર નાખતા વિધાર્થીની જરૂરી માહિતી ઓપન થશે.
  • ત્યારબાદ માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે અને વિધાર્થીનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશ.
  • છેલ્લે તમારું અરજી ફોર્મ ચેક કરી કન્ફોર્મ કરવું
  • આ ફોર્મની પ્રિન્ટ અથવા pdf સાચવી રાખવી.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જાહેરાતઅહી ક્લિક કરો
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અરજી ફોર્મઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?

જ્ઞાન સાધના સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ની વેબસાઈટ શું છે ?

sebexam.org

જ્ઞાન સાધના સ્કોલરશીપ અરજી ફોર્મ ની છેલ્લી તારીખ શું છે ?

૧૧-૦૫-૨૦૨૩ થી ૨૬-૦૫-૨૦૨૩

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *