RBI 2000 Note Withdrawal – 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, જમા કરાવવા શું કરવાનું? આ નિર્ણયથી તમને શું ફરક પડશે ? સમજો વિગતવાર માહિતી

RBI 2000 Note Withdrawal – 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, જમા કરાવવા શું કરવાનું? આ નિર્ણયથી તમને શું ફરક પડશે ? સમજો વિગતવાર માહિતી – રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા 2 હજાર ની નોટ પાછી ખેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રીઝર્વ બેંક ના આ નિર્ણયનો અર્થ શું થાય છે ? આને આવું સરકાર દ્વારા કેમ કરવામાં આવ્યું છે અને તમને એનાથી શું ફરક પડશે ? જાણો સંપૂર્ણ માહિતી

RBI 2000 Note Withdrawal - 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, જમા કરાવવા શું કરવાનું? આ નિર્ણયથી તમને શું ફરક પડશે ? સમજો વિગતવાર માહિતી

RBI 2000 Note Withdrawal

  • ૨૦૦૦ ની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત
  • રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ૨૦૦૦ ની નોટનું સકર્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત
  • સર્ક્યુલેશન બંધ થશે પણ 2000 ની નોટ ચલણ માન્ય રહેશે.

2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ – RBI દ્વારા 2000 ની નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત લાવ્યો છે. ભારતીય રીઝર્વ બેંક (RBI) એ 2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની જાહેરાત અત્રે તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ આ 2000 નોટ ચલણ માં ચાલુ જ રહેશે તેમજ માર્કેટમાં અસિતત્વમાં રહેલી તમામ નોટ માન્ય રહેવાની છે.

ઓફિશિયલ RBI ક્લીન નોટ પોલીસી

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સૌથી મોટી ચલણી 2000 નોટને લઈને નિર્ણય લીધો છે, રીઝર્વ બેંક અનુસાર ૨ હજાર ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ તેનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે. રીઝર્વ બેંક ભારતની વિવિધ બેંકોને જાણ કરી છે કે, 2000 ની નોટને તાત્કાલિક અસર બહાર સર્ક્યુલેશન કરવાનું બંધ કરવા માં આવે.અને અત્યારે તમને જાણ કરીએ કે, રીઝર્વ બેંક આ નિર્ણય ‘ક્લીન નોટ પોલીસી’ હેઠળ લીધો છે. વર્ષ ૨૦૧૬માં RBI દ્વારા નોટબંધી થયા બાદ RBI એ 2000 ની નોટ બહાર પાડી હતી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ૨૦૦૦ની નોટ બેંક માં બદલાવી શકાશે

૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ ભારતમાં નોટબંધી લાગુ કરાઈ હતી તેમજ ભારત સરકારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરીને ૫૦૦ અને ૨૦૦૦ ની નવી નોટ બહાર પાડી હતી. કાળા નાણા પર બ્રેક લગાવવા આ નોટબંધી લાગી કરી હતી. નોટબંધી કર્યા બાદ પણ ૨૦૦૦ની નોટ છપાતા કાળા નાણાની ફરિયાદો વધી રહી હતી. ૨ હજારની આ નોટો ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી નો વધારો થતો હતો. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને પણ સંગ્રહખોરી અંગે વિવિધ જગ્યાઓ થી ફરિયાદ મળતી હતી. ફરી એકવાર કાળા નાણાપર રોક લગાવવા 2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. જો કે, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી 2000 ની નોટ બેંકમાં બદલાવી અથવા જમા કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *